જમીનનાં ઝઘડામાં ફાયરીંગ કરી યુવાનની હત્યા થઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર ઝાલાવાડમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને ગુનેગારોને પોલીસનો કે કાયદાનો ડર કે ખોફ નાય હોય તેમ નજીવી બાબતે મારા મારી હુમલો અને ફાયરિંગ કરી મડરના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે ત્યારે અને” જર જમીન અને જોરૂ એ કજીયાના છોરૂ” જેવી કહેવતનો કિસ્સો સામે આવ્યો છે અને ઘટનામાં ફાયરિંગથી એક વ્યક્તિનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાગડકા ગામે 35-40 વર્ષથી જમીન વિવાદમાં ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. વધુ વિગત પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધજાળા પોલીસને જાણ થતા પીએસઆઇ ઝેડ.એલ. ઓડેદરા સહિત પોલીસકર્મીઓ સાયલા દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આરોપી લખુભાઇ પેરલ જંપનો ફરાર આરોપી હોવાનું જાણવા મળી રહ્યું છે . આ બાબતે વધુ તપાસ શરૂ કરીને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી . બે સંતાનોના પિતાની હત્યા થતા પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જમીન બાબતની તકરારમાં હત્યા થયાનું માનવામાં આવી રહ્યુ છે . લાશને પેનલ ટીમ સાથે પીએમ માટે રાજકોટ લઇ જવામાં આવી હતી. આ બાબતે ધજાળા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.જમીનની તકરારમાં યુવાનની હત્યા થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે . સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાગડકા ગામે પી.એચ.સી. દવાખાના સામે નાગડકા ભડલા રોડ ઉપર પીકઅપ ગાડીમાં ચાપરાજભાઈ ભીખુભાઈ બોરીચા ઉપર બંદુકથી ભડાકો કરી ચાપરાજભાઈનુ મોત નીપજાવી ત્રણ શખ્સો નાશી છુટતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ ફાયરિંગની ઘટના મરનારના ભાઈ મહેશભાઈ ભીખુભાઈ બોરીચા જાતે ઉંમર 25 વર્ષ ધંધો ખેતીકામ રહે નાગડકા જેઓએ ધજાળા પોલીસ મથકે પુંજભાઈ ખાચર ઉર્ફે લખુભાઈ આપાભાઈ રહેવાનું મોટા છેડા તા-જી બોટાદ અને બે અજાણ્યા શખ્સોએ ચાપરાજભાઈ ઉપર જીવલેણ ઈજા કરી હત્યા કરી અને ફરિયાદી મહેશભાઈ બોરીયા સામે લખુભાઈએ બંદુક તાકી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ ત્રણ શખ્સો સામે ધજાળા પોલીસ મથકે નોંધાતા ચાપરાજભાઈ કાઠી દરબારને મોતને ઘાટ ઉતારનાર હત્યારાઓ અને ખુન કરીને નાશી છુટનાર ખુનીને ઝડપી પાડવા પોલીસ ટીમ બનાવી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે હત્યાના આરોપીને જેલ હવાલે કરવા ધજાળા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.39 વર્ષનાં ચાપરાજભાઈ ભીખુભાઈ બોરીચા ઉપર ફાયરીંગ કરાતા ગંભીર ઈજાથી તેમનું મોત થયુ હોવાનું અને લખુભાઈ પુંજભાઈ ખાચર નામના શખ્સે ફાયરીંગ કર્યું હોવાનું જાણવા મળેલ છે. હાલ આરોપી હત્યા કરી નાસી ગયો હોવાનું જાણવા મળેલ છે. જમીન બાબતે મૃતક અને આરોપી વચ્ચે ઝઘડો ચાલતો હતો. જે બાબતે કોર્ટમાં કેસ પણ ચાલતો હતો. તેથી જમીન બાબતે ફાયરીંગ અને હત્યાની ઘટના બની હોવાનું પ્રાથમીક અનુમાન છે. હાલતો બનાવને પગલે નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પીટલ લઈ જવાયા બાદ પેનલ પી.એમ માટે રાજકોટ લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. મૃતક ચાપરાજભાઈ બોટાદ અને નાગડકા વચ્ચે પીકઅપ વાહન દ્વારા લોકલ ફેરા કરતા હોવાનું અને સંતાનોમાં તેમને એક પુત્ર, એક પુત્રી હોવાનું જાણવા મળેલ છે. જયારે આરોપી નાના છૈડા ગામના લખુભાઈ ખાચર સામે અગાઉ ચોટીલા, મુળી અને પાળીયાદ પોલીસ મથકે ગુના નોંધાયા હોવાનું અને હાલમાં પેરોલ જમ્પ કરેલ હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે ધજાળા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.