પવનચક્કીનાં વાયરે મોર-ઢેલનો ભોગ લીધો

ભુજ તા. 27
આગવી વન્યજીવ શ્રુષ્ટિ ધરાવતા ભાતીગળ પ્રદેશ કચ્છમાં વિકાસના નામે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે અણધડ રીતે નખાયેલી પવનચક્કીઓને લીધે મોટી સંખ્યામાં પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે. રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલના નખત્રાણા તાલુકાના મોસુણા ગામની દક્ષિણે આવેલા સીમાડામાં પવન ચક્કીના જીવતા તારને લીધે એક ઢેલ અને એક મોરનું મોત થતાં ગ્રામજનો રોષે ભરાયા છે. પર્યાવરણવિદોના જણાવ્યા અનુસાર કૃષ્ણને અતિ પ્રિય એવા આ પક્ષીઓના મોત પવન ચક્કીઓમાંથી પસાર થતા વાયરમાં કોઈ સેફટી ગાર્ડ કે રિફલેક્ટર ન લગાડવામાં આવતા હોવાને કારણે થઇ રહ્યા છે. ગત રાત્રે આવી જ બેદરકારીણનો ભોગ મોર અને ઢેલ બન્યા હતા જમેાં ઢેલનો મૃતદેહ મળી આવ્યો હતો પણ રાષ્ટ્રીય પક્ષીના મૃતદેહને શ્ર્વાનોએ ફાળી ખાતાં માત્ર પાંખો જ જોવા મળી હતી. ઘટના અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપુતે ઢેલના મૃતદેહનો કબજો લઇ પીએમ માટે મોકલી દેવાયો હોવાનું જણાવ્યું હતું.