બોલડી ગામમાં એક યુવક પાસેથી દેશી બંદૂક મળી આવતા પોલિસે ઝટપી પડ્યો

કચ્છમાં આગામી તહેવારોને અનુલક્ષી અપાયેલી હથિયાર બંધીના આદેશ વચ્ચે ભુજ તાલુકાના નાના વરનોરા પાસે દેશી બંદૂક સાથે પશ્ચીમ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા શખ્સને માધાપર પોલીસ મથકને સોપી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચીમ કચ્છ એલસીબીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગમાં રહેલી ટીમ ભુજ તાલુકાના નાના વરનોરા પાસે હતી, ત્યારે ઝીંકડી તરફના માર્ગ પર ભુજના બેલાડી ગામનો 29 વર્ષીય રજાક કરીમ મધેરીયા કપડામાં વિટાળેલી દેશી હાથ બનાવટની રૂ. 1 હજારની કિંમતની બંદૂક સાથે ઝડપાયો હતો. તેની પાસે દેશી તમંચો રાખવાનો કોઈ પરવાનો ના મળતા માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ તળે ફરિયાદ દાખલ કરાવી આગળની તપાસ સોંપવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.