રાજકોટના કોઠારિયા રોડ ઉપરથી 12 લાખની નકલી મનાતી જંતુનાશક દવાનો જથ્થો ઝડપાયો

રાજકોટમાં કોઠારિયા રોડ ઉપર એસ.ઓ.જીના પી.આઈ આર.વાય.રાવલ અને તેમની ટીમે દરોડો પાડી 12 લાખની કિમતનો શંકાસ્પદ નકલી જંતુનાશકનો જથ્થો કબજે કરી વેપારીની પુછપરછ શરુ કરી છે,તેમજ આ બાબતે વેપારીઓની દુકાન અને ગોડાઉનમાં કબજે કરેલો જંતુનાશક દવાના જથ્થા બાબતે ખેતીવાડી વિભાગેને જાણ કરવામાં આવી છે. જેમાં શંકાસ્પદ લેબોરેટરીમાં મોકલાવાયા છે.આ મામલે ગડબડ જણાશે તો ગુનો નોંધવામાં આવશે. મળતી વિગતો મુજબ ચોમાસાની સિઝન હોવાથી ખેતી માટે ઉપયોગી દવા-બીયારણના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં નાણાં કમાઈ લેવાની લ્હાયમાં અમુક વેપારીઓ બજારમાં નકલી દવા કે બીયારણ વહેંચી ખેડૂતો સાથે છેતરપિંડી કારી રહ્યા હોવાની ખેડૂતોમાથી ફરીયાદ ઉઠી રહી છે. રાજકોટમાં એગ્રોફાર્મામાં નકલી દવા વેચાતી હોવાની રાજકોટ શહેરમાં કેટલાક વેપારીઓ નફાખોરી કરવા અને ખેડૂતો સાથે છેતરપીંડી કરી નબળી ગુણવત્તા અથવા જાણીતી કંપનીના નામે ડુપ્લિકેટ હલકી ગુણવત્તાના બિયારણો અને ખાતર ખેડૂતો દબડાવી દેતા હોય હોવાની માહિતી એસ.ઓ.જીને મળી હતી જેના આઘારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,જે.સી.પી ખુરશીદ અહેમદ,ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા,ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા,એ.સી.પી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જીના પીઆઈ આર.વાય.રાવલ સાથે પી.એસ.આઈ ટી.બી.પંડયા,એ.એસ.આઇ. ભાનુભાઇ મિયાત્રા,સુભાષભાઇ ડાંગર,મોહીતસિંહ જાડેજા,રણછોડભાઇ આલ, હીતેષભાઇ પરમાર સહિતના સ્ટાફે તપાસ કરી દરોડો પાડ્યો હતો.જેમાં કોઠારિયા રોડ ઉપર નારાયણ વે-બ્રીજ પાસે આવેલ સનલાઈટ એન્ટરપ્રાઈઝમાં તપાસ કરતા ત્યાંથી આશરે 12 લાખની કિમતનો નકલી જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યો હતો. આ દુકાનના માલિક યુનિવર્સીટી રોડ ઉપર શ્યામલવાટિકા એ-302માં રહેતા વિજય જીવરાજભાઈ કાનાણી (ઉવ 40)ની પોલીસે પુછપરછ કરી આ બાબતે જરૂરી લાઇસન્સ તેમજ દવાના જથ્થા અંગે તપાસ કરી અને શંકાસ્પદ નમૂનાઓ લઇ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવેલ છે.આ બાબતે ખેતીવાડી ખાતાના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ખેડૂતોની સાથે છેતરપીંડી ન થાય યોગ્ય અને નિયત કિંમતે બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર મળી રહે તે હેતુથી સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) રાજકોટના માર્ગદર્શન હેઠળ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અને ખેતી અધિકારી ટીમ દ્વારા આળગની કામગીરી કરવામાં આવશે અને નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની એસ.ઓ.જી દ્વારા ગુનો નોંધી આળગની કાર્યવાહી કરવામાં આવશે. ગેરમાર્ગે દોરનારૂં લખાણ લખી ખેડુતોને જંતુનાશક દવા પધરાવી દેતા હોય છેતરપિંડી વિશ્વાસઘાત ઉપરાંત બોગસ દસ્તાવેજો બનાવવાની કલમો હેઠળ પણ ગુન્હો નોંધાઈ શકે છે.જંતુ નાશક દવામાં કેટલાક સક્રિય તત્વો ભેળવી દવાની બોટલ પર ગેરમાર્ગે દોરનાર લખાણ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ખેડુતો સાથે છેતરપીંડી અંગે પોલીસ દ્વારા અત્યંત ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.