કચ્છ જિલ્લા -તાલુકા પંચાયતોની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ
કચ્છ જિલ્લાની ચાર નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને ૧૦ તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખોની યોજાનારી ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તાલુકા પંચાયતો-જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ માટેની દાવેદારી ૧૯-૬ સુધી કરી શકશે. જિલ્લા પંચાયતનું જાહેરનામું રાજ્યના વિકાસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે કચ્છની ૧૦ તાલુકા પંચાયતોનું જાહેરનામું વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા બહાર અપડયું છે. જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો ઉપપ્રમુખો માટેની દાવેદારી ૧૯-૬ સુધી કરી શકશે. જિલ્લા પંચાયતની ભુજમાં જિલ્લા પંચાયત કચેરી તેમજ તાલુકા પંચાયતોની દાવેદારી જેતે તાલુકા પંચાયતોની કચેરીમાં કરી શકાશે. દાવેદારોના ઉમેદવારી પત્રની અંતિમ ચકાસણી 19-6ના સવારે 11 થી 2 વચ્ચે કરી શકશે. જ્યારે ચૂંટણી 20-6ના યોજાશે જિલ્લા પંચાયતની પ્રમુખની બેઠક સામાન્ય છે જ્યારે તાલુકા પંચાયતોમાં ભુજ, માંડવી, અંજાર, ભચૌની બેઠક સામાન્ય છે અને મુંદ્રા, લખપત, નખત્રાણા, રપરની બેઠક મહિલાઓ માટે અનામત છે. તેમજ ગાંધીધામ તાલુકા પાંચાયતની બેઠક બક્ષીપંચ માટે સામાન્ય બેઠક છે. અબડાસા તાલુકા પંચાયતની બેઠક એસ.સી.મહિલા માટે અનામત બેઠક છે. 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ તરીકે ૫ પુરુષ અને ૫ મહિલા પ્રમુખ બનશે.
જિલ્લા પંચાયતની ચૂંટણી ૨૦-૬ ના સવારે ૧૧ વાગ્યે જિલ્લા પંચાયત હોલમાં થશે. તાલુકા પંચાયતોની ચૂંટણી તાલુકા પંચાયતોમાં યોજાશે. આમ, ૨૦ મીએ સુકાનીઓની વરણી થઈ જશે.