મુંબઈમાં ફરી થયો ધોધમાર વરસાદ
ગરમીથી કંટાળી ગયેલા લોકો છેલ્લા કેટલાય દિવસથી વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. કોંકણ સહિત દક્ષિણ મહારાષ્ટ્ર, વિદર્ભ તેમજ મરાઠાવાડના કેટલાંક વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ ખાબક્યો છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતાં.