સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામે કબીર આશ્રમનાં સંત અમરદાસની દુષ્કર્મનાં ગુનામાં ધરપકડ

સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામે આવેલ કબીર આશ્રમમા સંત ગુરુ દ્વારા એક મહિલાને પુત્ર પ્રાપ્તી માટે પ્રસાદમા કોઇ કેફી પદાર્થ ખવડાવી મહિલાને અર્ધ બેભાન અવસ્થામા કરી તેણીની સાથે તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતા આરોપીને ગણતરીની કલાકોમા સાવરકુંડલા રૂરલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. આ બનવામાં મુળ વલ્લ્ભીપુર પંથકનાં વતની અને હાલ અમદાવાદમાં રહેતી એક 29 વર્ષીય પરણિતા તેમના સાસુ સાથે ગઇ તા-18/07 ના રોજ સાવરકુંડલા તાલુકાનાં દાઘીયા ગામે આવેલ આરોપીના કબીરઆશ્રમે આવેલ અને તેણી આશ્રમના સંત ગુરુ અમરદાસ સાહેબ જેનુ પુરુ નામ અમરસંગભાઇ ખોડાભાઇ પરમાર (હાલ રહે.દાઘીયા કબીર આશ્રમ તા-સાવરકુંડલા મુળ રહે. પ્લોટ નંબર- 998/બી ઇન્દ્રપ્રસ્થનગરી કાળીયાબીડ ભાવનગર) વાળાને પોતાના ગુરૂ માનતા હોય જેથી તેઓની પાસે પુત્રની પ્રાપ્તી માટે ગુરૂપુર્ણીમાના દિવસે કપુરનુ પાન, ડ્રાયફુટ અને પુજામાં મુકેલ ફળનો પરવાનો લેવા માટે આરોપી અમરદાસ સાહેબે ફરીયાદીને ગત તા-19/07ના રાત્રીના સવા બારેક વાગ્યે આશ્રમના કંપાઉન્ડમા આવેલ ઝાડ પાસે એકલી બોલાવી પરવાનો આપવાના બહાને સફરજનમાં કોઇ કેફી પદાર્થ ખવડાવી ફરીયાદીને અર્ધબેભાન અવસ્થા માં કરી ફરીયાદી સાથે તેમની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતા આ બનાવ અંગે ભોગ બનનાર મહિલએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ કરવામાં આવેલહતી.