કચ્છમાં વધુ નવ ડેમ છલકાયા


કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી થઈ રહેલાં સાર્વત્રિક વરસાદના પગલે નાની સિંચાઈના વધુ નવ ડેમ છલકાયા છે. જેમાં ભુજનો ધુનારાજા ડેમ બે વખત ઓવરફલો થયો છે,જયારે મુંદરા તાલુકાનો મધ્યમ કક્ષાનો કારાઘોઘા ડેમ પણ છલકાઈ ગયો છે. કાલરવાંઢ,મંજલ રેલડિયા,સણોસરા, ખારૂઆ,ભચાઉ તાલુકાના અમરાપર-1 ડેમ છલકાયા છે, જેમાં ભુજ તાલુકાનો ધુનારાજા બે વખત છલકાયો છે. ડેમોમાં વધુ પ.પ6 ટકા જેટલાં પાણીની આવક થતાં કપરી સ્થિતિમાં સુધાર થયો છે જેના કારણે ખેડૂતોને શિયાળુ પાક લેવામાં રાહત થશે. બીજી તરફ મુંદરા તાલુકાનો મધ્યમકક્ષાનો કારાઘોઘા ડેમ પણ છલકાઈ ગયો હોવાનું કચ્છ સિંચાઈ વતુળ કચેરીમાંથી જાણવા મળ્યું છે. મધ્યમ કક્ષાના ર0 ડેમમાં હાલ 30.49 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સીમાવર્તી રાપરના ફતેહગઢમાં 92.20, અબડાસાના કનકાવતીમાં 65.71, બેરાચિયા 51.30, માંડવીના ડોણ 58.77 અને અંજારના ટપ્પરમાં 50.47 ટકા પાણી છે.