કચ્છ જિલ્લામાં પાક નિષ્ફળ

દરમિયાન, હવામાન ખાતા દ્વારા હજુ વધુ વરસાદની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેને લઈ કચ્છ કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ આહિરે જણાવ્યું હતું કે, બીજા રાઉન્ડમાં વરસાદ મોડો થવાથી 70 ટકા પાક નિષ્ફળ ગયો છે, બાકી 25 થી 30 ટકા પાક બચ્યો છે તે પણ હવે રહી રહીને વરસાદ પડવાથી નિષ્ફળ જઇ રહ્યો છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની ભોગવવી પડી રહી છે. કપાસના પાકમાં રૂ બહાર આવી ગયું છે. એરંડા,મગફળી સહિતના પાક બગડી રહ્યા છે. જિલલના તમામ વિસ્તારમાંથી ખેડૂતો પાકમાં વ્યાપકપણે નુકશાની થઈ રહ્યાની ફરિયાદ કરી રહ્યા છે. ચોમાસુ કઠોળ વર્ગના પાકો, તલ,મગ,મગફળી,કપાસ,શાકભાજી વર્ગના પાકો પર સતત વરસાદ પડવાથી, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે પાક સડવાની અણી પર છે જેથી હવે પાક ઉત્પાદન મળે એવી કોઈ શકયતા ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.