સુરેન્દ્રનગર સાયલા તાલુકાનાં ધજાળા ગામના આશ્રમશાળા રોડની હલાતો ખરાબ હોવાથી ગ્રામજનો હેરાન

સુરેન્દ્રનગર સાયલા તાલુકાનાં ધજાળા ગામના આશ્રમશાળા રોડ પરના બેઠા પુલની જર્જરીત હાલતને કારણે ગ્રાજનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે 5થી 7 ગામોને જોડતા આ પુલ ઉપર ચોમાસામા પાણી ફરી વળતા હોઈ અવરજવર મુશ્કેલ બને છે. સાયલા તાલુકાના ધજાળા ગામનો આશ્રમ શાળા રોડ પાસેનો બેઠો પુલ છેલ્લા એક દસકાથી જૈસેથે પરિસ્થિતીમાં છે નિંભણી નદી પરના આ પુલ પર ઠેરઠેર મોટા ખાડા-ગાબડા પડી ગયા છે. ચોમાસામાં નિંભણી નદીનાં પાણી પુલ ઉપર ફરી વળતા હોય છે. ખાડા-ગાબડા અને વરસાદી પાણી વચ્ચે પચાર થવુ ગ્રામજનો માટે મુશ્કેલ બને છે. છેવાડાના ગામો જેવા કે, ગરાંભડી, ઢીંકવાળી,કસવાળી, ગંગાજળ, નાનામાત્રા, મોટામાત્રા, વિંછીયા સહીતના ગામોને આ રોડ જોડે છે. આજુબાજુના 10 ગામોના રસ્તાઓ ચોમાસા દરમ્યાન બંધ રહેતા હોવાથી ભારે મુશ્કેલી ઉભી થાય છે બિમાર વ્યકિતને કે સગર્ભા બહેનોને હોસ્પીટલ લઈ જવા હોય તો ખુબજ હેરાનગતી થાય છે. જીવના જોખમે ગ્રામજનોને પસાર થવુ પડે છે. પુલ ઉપરથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ ન રહેતા અનેક ગામો સંપર્ક વિહોણા બની જાય છે. તંત્રવાહકો દ્વારા ગ્રામજનોની આ મુશ્કેલી વહેલીતકે હલ કરવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.