બેઝ ઓઇલનો ગેર કાયદેસર જથો પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

ગેર રીતે બેઝ ઓઇલનું વેચાણ થતુ અટકાવવા જણાવેલ હોય. જેથી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે
દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે વિજય શર્મા (અગ્રવાલ) રહે.બાગેથી સોસાયટી,
વર્ષામેડી સીમ તા.અંજાર વાળો પોતાના સાગરીતો મારફતે ચુડવા સીમ સર્વે નં-૧૬/૧ માં આવેલ
ગૌતમ ટ્રાન્સપોર્ટ આર.આર. ઇન્ડીયા લોજીસ્ટીકની બાજુના વાડામાં ગેરકાયદેસર રીતે બેઝ ઓઈલનો
ટેન્ડરમાં સંગ્રહ કરી તેનો અન્ય વાહનોમાં ગેરકાયદેસર રીતે ઈંધણ તરીકે વેચાણ કરે છે. અને હાલે પણ
પ્રવૃતી ચાલુમાં છે. જે હકિકત આધારે રેઈડ ક્રતા નિચે મુજબના આરોપીઓને બેઝ ઓઇલના જથ્થા
તથા મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,
- પકડાયેલ આરોપી
(૧) જયેશભાઈ શામજીભાઈ આહીર ઉ.વ.૨૨ રહે.નારેશ્વર સોસાયટી, ગળપાદર, તા.ગાંધીધામ
(૨) જયેશભાઈ નાનજીભાઈ ચૌધરી ઉ.વ.૨૩ રહે.ગળપાદર, તા.ગાંધીધામ મુળ રહે.બાદલપુર,
તા.રાધનપુર જી.પાટણ
(3) નિકુલ જેવતભાઈ ચૌધરી ઉ.વ.૨૧ રહે.ગળપાદર, તા.ગાંધીધામ મુળ રહે.બાદલપુર,
તા.રાધનપુર જી.પાટણ - પકડવાનો બાકી આરોપી
(૧) વિજય શર્મા (અગ્રવાલ) રહે.બાગેથી સોસાયટી વર્ષામેડી સીમ તા.અંજાર - મુદ્દામાલ *
(૧) પેટ્રોલીયમ પદાર્થ (બેઝ ઓઈલ) આશરે ૨૧,000 લીટર કિ.રૂ.- ૧૧, ૫૫, ૦૦૦/(૨) એક ટેક૨ જેના ૨૭,નં-જીજે-૧૨-બી.ટી.-૯૭૭૪ વાળુ જેની કિ.રૂ. ૧૦, 00, 000/(3) એડ ઈલેક્ટ્રીક મોટર (ડોસીંગ માટે) કિં.રૂ.૨૦૦૦() એક ઈલેકટ્રીક મશીન (લીટરની ક્ષમતા માપણી મશીન) કિ.રૂ.૫૦૦૦/(૫) ઇલેકટ્રીક કેબલ વાયર આશરે ૫૦ મીટરકિ.રૂ.૧૦૦૦/એમ કુલ કિ.રૂ.૨૧,૬3,000/ઉપરોકત કામગીરી થી ડી.એસ.વાઘેલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક
અંજાર વિભાગ સાથે પોલીસ ઈન્સપેકટર એસ.એન.કરંગીયા સાથે એ.એસ.આઈ. કિતકુમાર
ગેડીયા તથા પોલીસ હેડ કોન્સટેબલ ગલાલભાઈ પારગી, સામતભાઈ પટેલ તથા હાજાભાઈ ખટારીયા
તથા પોલીસ કોન્સટેબલ ધર્મેશભાઈ પટેલ, ગૌતમભાઈ સોલંકી, અજયભાઈ સવરાટા, મહીપાર્થસિંહ
ઝાલા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.