મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કચ્છના માર્ગ અને મકાન વિભાગના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુર્હુત કરાશે

ભુજ, ગુરૂવાર;

૭મી ઓક્ટોબરના રોજ ટાઉનહોલ-ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતેના ફ્લાય ઓવરબ્રિજના બાંધકામનું તેમજ નખત્રાણા તાલુકાના જુદા-જુદા રસ્તાઓના રીસર્ફેસિંગ કામનું માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે તેમજ માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ રાજ્યમંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતીમાં ઈ-ખાતમહુર્ત કરવામાં આવશે. બપોરે ૨:૩૦ કલાકે યોજાનાર આ ખાતમૂર્હત કાર્યક્રમમાં મોરબી-કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલપબેન કારા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.