ભુજમાં આધાર-પુરાવા વગરની ઘઉંની 400 બોરી ભરેલી ટ્રક ઝડપી આ સાથે ડ્રાઇવર ની અટકાયત કરતી ભૂજ શહેરની બી ડિવિઝન પોલિસ

Handcuffs on top of a fingerprint form.

ભુજ, તા.8
ભુજ શહેરની કૃષિ ઉત્પાદન બજાર(એપીએમસી)ની બહાર માર્ગ પર ઉભેલી ટ્રકમાંથી 19 હજાર 515 કિલોગ્રામ ઘઉંની 400 બોરીઓ પોલીસે પકડી પાડી છે. માર્કેટ યાર્ડ બહાર રહેલી ટ્રકમાં આધાર-પૂરાવા વગરનો ઘઉંનો જથ્થો હોવાની ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકની ટુકડીને મળેલી પૂર્વ બાતમીના આધારે ટૂકડીએ ટ્રકની તપાસ કરતાં ટ્રક ચાલક અભુ મામદ સુમરા (રહે. ભુજ) પાસેથી ઘઉંના જથ્થા અંગે કોઈ આધાર-પૂરાવા ન મળતાં પોલીસે મુદ્દામાલ તરીકે ટ્રક અને 3.90 લાખની કિંમતના ઘઉંનો જથ્થો ઝડપી પાડી ડ્રાઈવરની ધરપકડ કરી માર્કેડ યાર્ડના અધિકારીઓને જાણ કરી કાર્યવાહી હાથ ધરી છે.