કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર નારાયણ સરોવર કોટેશ્વર ખાતે દર્શન કર્યા

ભુજ, શનિવારઃ

પૌરાણિક તીર્થધામશ્રી નારાયણ સરોવર ખાતે ન્યાય અને સામાજિક ના કેબિનેટ મંત્રી પ્રદીપજી પરમારએ ભગવાન ત્રિવીક્રમરાયજી મંદિરમાં પુજન કરી પવિત્ર સરોવરનું પણ પુજન કર્યુ હતુ તેમજ નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલ લાલજી મહારાજએ પરંપરાગત પરંપરા અનુસાર ઉપવસ્ત્ર ઓઢાળ્યુ હતુ અને પૌરાણિક તીર્થધામનું ઇતિહાસ સમજાવ્યું હતું તેમની સાથે લખપત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિક્રમસિંહ સોઢા, ગણપત રાજગોર, સુરુભા જાડેજા તેમજ લખપત મામલતદારએ એન સોલંકી તેમજ શ્રી વી. કે. ચૌધરી સાથે રહ્યા હતા.