માતાના મઢ ખાતે નવરાત્રી નિમિત્તે મહાઆરતી મહોત્સવ ડો. નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાયો આશાપુરા મંદિરના પ્રાંગણે લોક ગાયિકા ગીતા રબારીના સુરે ખેલૈયા ઝૂમી ઊઠ્યા


ભુજ,રવિવાર ;
માતાના મઢ ખાતે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રી મહાઆરતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીના પાવન તહેવાર એ નવલા નોરતા હેઠળ નવ દિવસ ગુજરાતમાં આદ્યશક્તિમા જગદંબાના વિશેષ આસ્થાનો પર નવરાત્રી મહાઆરતી મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે અન્વયે કચ્છ કલ્યાણી માં આશાપુરાની અમીદ્રષ્ટિ હેઠળ માતાનામઢ ખાતે તૃતીય અને ચતુર્થ નવરાત્રીના સંગમના પાવન અવસરે નવરાત્રી મહાઆરતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છી કોયલ ગીતાબેન રબારીએ માતાજીના ગરબાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તો ખેલૈયાઓ તાળીઓના તાલે ઝુમી ઉઠ્યા હતા. આ પ્રસંગે ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવોનું અનેરું મહત્વ છે. આ ઉત્સવો આપણી અંદર નવી ઉર્જાનો સંચાર કરે છે. માં આશાપુરા ના ચરણોમાં વંદન કરતા તેમણે જણાવ્યું હતું કે માં આશાપુરાએ કોરોનાકાળમાં લોકોની રક્ષા કરી છે એમ દરેક આપદાઓમાં માતાજી સૌની રક્ષા કરે. માતાના મઢ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, પૂર્વ રાજ્યમંત્રી તેમજ અંજાર વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહિર, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માતાનામઢ જાગીર ટ્રસ્ટના મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજી, માતાનામઢ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, માતાનામઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેર તેમજ ખેંગારજી જાડેજા, કચ્છ કલેકટર પ્રવિણા ડી. કે., નખત્રાણા પ્રાંત અધિકારી મેહુલ બરાસરા તેમજ પ્રવાસન વિભાગના પ્રિયંકાબેન જોશી, જયદીપ શર્મા, સમર્થ ભટ્ટ, કમલેશ જોબનપુત્રા, અર્જુનસિંહ જાડેજા તેમજ અન્ય સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ તેમજ ખેલૈયા અને ભારતભરમાંથી આવલે માઈ ભક્તો અને દર્શનાર્થીઓ કોરોના ગાઇડલાઈન મુજબ ઉપસ્થિત રહ્યા હતા.