રણજીતસાગર ડેમના બેઠા પુલના કાઢીયામાં ન્હાવા પડેલ યુવક પાણીમાં ડૂબી જતા થયું મોત

જામનગર તા. ૧૧
જામનગર નજીકના રણજીત સાગર ડેમના બેઠા પુલીયાના કાઢીયા પાસે ન્હાવા પડેલ એક યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું છે. જામનગર ફાયરની ટીમે સ્થળ પર પહોચી મૃતકને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જામનગરમાં ખોજાનાકા બહાર લાલખાણ મદીના મસ્જીદની બાજુમા રહેતા રઉફ ઇકબાલભાઇ જીંદાણી મતવા ઉવ 24 રહે.ક્રિષ્નાપાર્ક ઢોલીયા પીરની દરગાહ પાસે બાયની વાડી વાળો યુવક ગઈ કાલે બપોર બાદ રણજીત સાગર ડેમ પર ગયા હતા. દરમિયાન રણજીતસાગર ડેમના બેઠા પુલીયા પાસે આવેલ પાણીના કાઢીયામા નાહવા પડયો હતો. જો કે ઊંડા પાણીને પારખવામાં થાપ ખાઈ ગયેલ આ યુવક અકસ્માતે ઉડા પાણીમા ડુબી ગયો હતો અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના પગલે ડેમ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જામનગર ફાયરની ટીમે સ્થળ પર પહોચી પાણીમાં ગરદ થઇ ગયેલ યુવાનના દેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતા પંચકોશી બી ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી આગળની તપાસ હાથ ધરી હતી.