રાજકોટ શહેરના મોદીનગર મફતીયાપરામાં દારૂની ૬૦ બોટલ કિંમત રૂપિયા ૨૭,૬૦૦ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો.

Handcuffs on top of a fingerprint form.

રાજકોટ તા.12
રાજકોટ શહેરના લક્ષ્મીના મોદીનગર મફતીયાપરાના રહેણાંક મકાનમાંથી  પોલીસે દારૂની 60 બોટલ સાથે શકિત ભગવાનજી ધોરાળીયા (કોળી) (ઉ.21) ને ઝડપી લીધો હતો. અને રૂા.27,600ની કિંમતનો દારૂ જ્પ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર પીઆઈ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ  પોલીસની ડી પીએસઆઈ એ.બી. જાડેજા તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા બાતમી હકીકત મળી કે, મોદીનગર મફતીયાપરામાં ભાડાના મકાનમાં રહેતા શકિત કોળીએ તેના ઘરમાં દારૂ છુપાવ્યો છે. અટકાયતમાં દારૂની 60 બોટલ મળી આવી હતી. આરોપીની કોની પાસેથી અને કયાંથી દારૂ લાવ્યો તે અંગે આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.