ભુજ તા.ના મમુઆરા નજીક વડવારા ગામમાં 14 બેરલ બાયોડિઝલ ૫.૯૦ લાખના માલ સાથે ટ્રકમાં લઇ જવાતું ઝડપાયું.

ભુજ તા.૧૨
સમગ્ર જીલ્લામાં ખાસ ઝુંબેશ હેઠળ ઠેર-ઠેર ગેરકાયેદેસર ધમધમી રહેલા બાયોડીઝલની ચોરી પર કાર્યવાહી ચાલુ છે ત્યારે ભુજ તાલુકાના મમુઆરા નજીક વડવારા ગામના રસ્તે આશાપુરા ફેક્ટરીની કોલોની પાસે ટ્રકમાં બેરલમાં ભરીને લઇ જવાતો 2860 લીટર બેઝઓઇલ અને ચાર લાખની ટ્રક મળી કુલ 5.90 લાખના માલ સાથે પાટણના ચાલકની ધડપકડ કરી,
આ જથ્થો મંગાવનાર રતનાલ ગામના શખ્સ સામે પદ્ધર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમ્યાન મળેલી પૂર્વ  વિગતો અનુસાર મમુઆરા નજીક વડવારા ગામના પંથ પર આશાપુરા ફેક્ટરીની કોલોની પાસે પોલીસ ટીમે જીજે 12 એયુ 5834 નંબરની ટ્રકને કબ્જે કરી, આધાર-પુરાવા વગરનો 14 બેરલમાં ભરેલું 2860 લીટર બેઝઓઇલ મળી આવ્યું હતું. ટ્રક ચાલક હસમુખ ઉર્ફે લાલો અંબારામભાઇ રાવળ (રહે. બરાયા, તા. પાટણ)ની ધરપકડ કરતા તેણે આ જથ્થો સતીષ વેલજી રામજી છાંગા (રહે. રતનાલ, અંજાર)વાળાએ મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે 1,85,900નો જથ્થો, ચાર લાખની કિંમતનોં ટ્રક અને એક મોબાઇલ કિંમત રૂ.5 હજાર મળી કુલ રકમ રૂપિયા 5,90,900 રૂપિયાનો માલ ઝડપી લઈ બંને સામે ગુનો નોંધી પોલિસે આગળની તપાસ હાથ ધરી હતી.