ભુજની સરકારી વસાહત, જૂની રાવલવાડી ખાતે નવરાત્રી પર્વમાં કચ્છ કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ સાથે હાજર રહ્યા

ભુજ,બુધવાર;
ભુજની સરકારી વસાહત, જૂની રાવલવાડી,માં હાલમાં ચાલી રહેલ નવરાત્રી પર્વમાં કચ્છ કલેક્ટર પ્રવિણા ડી.કે.એ માતાજીની મહાઆરતીનો લ્હાવો લીધો હતો અને ગરબા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તા-૧૨/૧૦/૨૦૨૧ (મંગળવાર) ના રોજ આધ્યશક્તિ અંબેમાં ના સાતમા નોરતાના પાવન પર્વે કલેક્ટર સાથે વિવિધ ઉચ્ચ અધિકારીઓએ માતાજી ના ગરબાનો કાર્યક્રમ નિહાળ્યો હતો. અધિકારીઓનું કોલોનીની નવરાત્રી માં આગમન થતાં પ્રસંગ દીપી ઊઠયો હતો અને આ કોલોની ના દરેક પરિવારોઓએ આનંદ ની લાગણી વ્યકત કરી હતી સાથે સાથે આયોજક ટીમનો જુસ્સો પણ વધી ગયો હતો. મહાઆરતી બાદ ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ નવરાત્રીનું આયોજન સરકારી વસાહતના સર્વે આયોજકઓની મહેનત અને દરેક પરિવારના સભ્યઓના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે કોલોનીના લોકો દ્વારા અધિકારીશ્રીઓનું અભિવાદન કરવામાં પણ આવ્યું હતું. આ નવરાત્રીના કાર્યક્રમમાં કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પશ્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંહ, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, કાર્યપાલક ઈજનેર વી.એન.વાઘેલા, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને ચિટનીશ ટુ ધી કલેકટર એમ.એમ.કવાડીયા હાજર રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, સરકારી વસાહત્ત, જૂની રાવલવાડી, ભુજ દ્વારા દર નવરાત્રી મહોત્સવમાં આ કોલોનીમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ કોલોનીમાં રહેતા દરેક પરિવારો અને તેમના સગા-સબંધીઓ મન મૂકી ને ગરબાની રમઝટ માણે છે. હાલમાં સરકાર ના આદેશ મુજબ શેરી ગરબા માટેની પરવાનગી આપવા આવેલ છે તે અન્વયે કોવિડ ગાઈડ્લાઈનનું પાલન પણ કરાવવામાં આવે છે.