રાજકોટના બાબરામાં ભિક્ષાવૃત્તિ કરતા આટકોટના વૃદ્ધને આંખમાં છરી ભોંકી દાગીનાની લૂંટ ચલાવી લૂંટારૂઓ નાસી ગયા.

રાજકોટ,તા.૧૪
રાજકોટ આટકોટના વૃદ્ધા બાબરામાં સરકારી હોસ્પિટલમાં નજીક આંખ ફુટેલી હાલતમાં મળી આવતા તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે વૃદ્ધાના પરિવારને જાણ કરતા તેઓએ જણાવ્યું કે વૃદ્ધાએ શરીરે પહેરેલા ઘરેણાં ગાયબ છે. ઘટનાની વિગતો અનુસાર, આટકોટમાં રહેતા કુંવરબેન વેરશીભાઈ સાઢમીયા (ઉ.વ.75) નામના વૃદ્ધા ભિક્ષા વૃત્તિ કરી જીવન જીવે છે.તેના પતિ માતાજીના ભુવા હતા.તેઓને સંતાનમાં બે પુત્રી અને પુત્ર છે.ગઈકાલે તેઓ બાબરા ભિક્ષા વૃત્તિ કરતા હતા ત્યારે રાત્રીના અરસામાં ત્યાંની સિવિલ હોસ્પિટલ પાસેથી આંખમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કુંવરબેનના પરિવારને જાણ કરતા તેઓ રાજકોટ હોસ્પિટલમાં દોડી ગયા હતા.ત્યારબાદ કુંવરબેનને હોંશ આવતા શરીરે ઘરેણાં હતા તે લૂંટારું ચોરી ગયા હતા.આ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઈ અને રાઈટરે બાબરા પોલીસને જાણ કરી હતી.આ અંગેની વધુ તપાસ બાબરા પોલીશે હાથ ધરી છે.