રાજકોટના કોઠારીયા રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા સમયે ટ્રેન હડફેટે આવી જતાં મૂળ યુપીના યુવાનનું થયું મોત

acr468-5665e43f62642train-accident

copy image

રાજકોટ,તા.૧૪
રાજકોટ કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના લવકુશ અમૃતગિરી (ઉ.વ.19) ગઈકાલે નોકરી પરથી છૂટીને ઘરે જવા માટે નીકળ્યો હતો ત્યારે પાટા ઓળંગતા સમયે ટ્રેન હડફેટે આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે 108ના ઇએમટી કિશનભાઈ રાજાણી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતો. ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકના એએસઆઈ વી.બી.સુખાનંદી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.આ ઘટનાની અંગેની આગળની કાર્યવાહી પોલિશ દ્વારા હાથ ધરાઇ છે.