જામનગર જીલ્લાના ધરમપુર ગામે ૯ ઇસમો જુગાર રમતા ઝડપાયા

જામનગર તા.૧૪:

જામનગરના લાલપુર તાલુકાના ધરમપુર ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમતા 9 ઇસમોને પોલીસે રૂા.૧૪ હજાર થી વધુ રોકડ સાથે ઝડપી પાડયા છે. લાલપુર તાલુકા મથકથી ૧૬ કિ.મી. દૂર આવેલા ધરમપુર ગામે અમુક ઇસમો જુગાર રમતા હોવાની તાલુકા પોલીસને હકીકત મળી હતી જેના આધારે ગત રાત્રીના પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન જાહેરમાં તીન પત્તી નામનો જુગાર રમતા-રમાડતા નરેંદ્ર મારખીભાઈ કારેણા રે ગોવાણા તા લાલપુર, ડાડુભાઈ હદાભાઈ ડાગર રે ટેભડા તા લાલપુર જી જામનગાર, માલદેભાઈ નાથાભાઈ કરંગીયા રે ગોવાણા તા લાલપુર જી જામનગાર, અમેતભાઈ હમીરભાઈ ડાગર રે ટેભડા તા લાલપુર જી જામનગર, જયદીપભાઈ ધનાભાઈ ગોજીયા રે ટેભડા તા લાલપુર જી જામનગર, રમેશ ખીમાભાઈ કરંગીયા રે ટેભડા તા લાલપુર જી જામનગર, મુકેશ માધાભાઈ રાઠોડ રે ટેભડા તા લાલપુર જી જામનગર, ભીમશી લખમણભાઈ બડીયાવદરા રે ટેભડા તા લાલપુર જી જામનગર, ડાયાભાઈ વલભભાઈ રે ટેભડા તા લાલપુર જી જામનગરવાળા ઇસમોને તીન પત્તી નામનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. આ ઇસમોના પાસેથી રૂા.૧૪,૨૬૦ની રોકડ જપ્ત કરી તમામની અટકાયત કરી હતી. આ ઇસમોની સામે પોલીસે જુગાર ધારની કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.