રાપર તાલુકા ના મોરા ગામ ના 70 વર્ષ ના માજી ને ત્યાં લગ્ન ના 45 વર્ષ પછી પારણું બધાયું: દીકરા ને જન્મ આપ્યો

ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગ માં મોટી ઉંમરે પણ સંતાન પ્રાપ્તિ થઈ શકેછે : કચ્છ ના રાપર તાલુકા ના એક નાનકડા મોરા ગામ ના બુજર્ગ અભણ દંપતી ને ત્યાં લગ્ન ના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજી થી એક 70 વર્ષ ની મહિલા એ બાળક ને જન્મ આપતા રબારી સમાજ માં ખુશી વ્યાપી

આજના વૈજ્ઞાનિક ટેક્નોલોજી ના યુગ માં નિઃસંતાન દંપતી માટે હવે નિરાશ થવાની જરૂર નથી કચ્છ ના ભુજ ની એક ગાયનેક હોસ્પિટલ ના ડો.નરેશ ભાનુશાલી એ એક 70 વર્ષ ની મહિલા જીવુંબેન રબારી અને 75 વર્ષ ના પતિ વાલભાઈ રબારી ના લગ્ન ને 45 વર્ષ થી વધુ સમય વીતી જતા બધી રીતે સુખી હતા પણ શેર માટી ની ખોટ હતી ની: સંતાન દંપતી ચાર દાયકાથી રાહ જોઈ રયા હતા કે ભગવાન એક દિવસ અમારી આશા પુરી કરશે પણ સમય બહુ વીતી જતા અંતે આ બુજર્ગ દંપતી એ ભુજ ની એક ખાનગી હોસ્પિટલ ના ગાયનેક ડો.નરેશ ભાનુશાલી નો સંપર્ક કર્યો હતો અને મોટી ઉમર થઈ જતા આ દંપતી ને હવે બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે સલાહ આપી હતી પણ આ અભણ દંપતી હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજી એવા ટેસ્ટ ટ્યુબ દ્વારા કોરાના ની મહામારી વચ્ચે જીવુંબેન રબારી એ ટીટમેન્ટ શરૂ કરી હતી
આ ટીટમેન્ટ ના અંતે જીવુંબેન રબારી એ પુત્ર ને જન્મ આપતા બુજર્ગ દંપતી ના પરિવાર માં ખુશી વ્યાપી ગઈ હતી 45 વર્ષ ના લગ્ન જીવન માં ટેસ્ટ ટ્યુબ ની ટેકનોલોજી થી પહેલી ટ્રાય એ બાળક રહી ગયું હતું રાપર તાલુકા ના મોમાંય મોરા ગામ ની નજીક મોરા ગામ માં રબારી સમાજ માં આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસ નો પાર રયો ના હતો 75 વર્ષ ના માલધારી વાલા ભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટર નો આભાર માન્યો હતો તો પુત્ર ની માતા જીવુંબેન રબારી ના ચહેરા ઉપર આ ઉંમરે ભગવાને શેર માટી ની ખોટ પુરી કરતા પોતાના બાળક નું નામ પણ “લાલો ” નાખી દીધું હતું ભુજ ની ખાનગી હોસ્પિટલ ના ડોક્ટર પાસે આજથી ઘણા વર્ષો પછી આવા મોટી ઉપર ના દંપતી ને ત્યાં ટેસ્ટ ટ્યુબ થી બાળક રહેતા તમામ ટીમ ની મહેનત રંગ આવી હતી

ભુજ ના સ્ત્રી રોગ ડો.નરેશ ભાનુશાલી એ આ બુજર્ગ મહિલા ને આ ઉંમરે બાળક ને જન્મ આપવો આવા કિસા બહુ જૂજ જોવા મળતા હોય છે દંપતી ને આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી એવું ચોખ્ખું કહેવા છતાંય એમને ભગવાન અને ડોક્ટર ઉપર પૂરો ભરસો હોતા સફળતા મળતા સમગ્ર ટીમ અભિનંદન ને પાત્ર છે ડો. ભાનુશાલી એ આવા અનેક નિ:સંતાન દંપતી છે એમને કયું હતું કે લગ્ન પછી અમુક વર્ષો જવા પછી પણ બાળક ના રહે તો ખોટો સમય ના વેડફી તાત્કાલિક સારવાર ડોકટર પાસે લઈ લેવી જોઈએ આ બુજર્ગ મહિલા ની ડિલિવરી સીજીરીન થી બાળક જન્મ થયો હતો