ભુજમાં સામૂહિક રીતે ગરબા એકત્ર કરી શાસ્ત્રોક્ત વિધી સાથે પાણીમાં પધરાવાયા

ભુજ નવરાત્રિના નવલા દિવસો દરમિયાન આજે નોમના દિવસે ઘેર ઘેર માં અંબા ના ગરબા ની સ્થાપના કરવામાં આવી હતી તે ગરબા આજે સામૂહિક રીતે પાણીમાં પધરાવવાનું હોતા શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને નરસિંહ મહેતા નગરના નાગરિકો ના સહયોગથી આજે સમગ્ર રીતે ગરબા એકત્રિત કરવાનો સાંજના ભાગે આયોજન કરવામાં આવતા રાવલવાડી લોકેશન સાઈડ ના મોટી સંખ્યામાં બહેનો ગરબા સત્યમ્ સંસ્થાને સુપરત કરતા શાસ્ત્રોક્ત વિધી સાથે પાણીમાં પધરાવવામાં આવ્યા હતા સમી સાંજે નરસિંહ મહેતા નગર શેરી નંબર 5 ખાતે બહેનો મોટી સંખ્યામાં ગરબા સત્યમ્ સંસ્થાને સુપરત કરતા સંસ્થાએ વાહન દ્વારા શાસ્ત્રોક્ત વિધી સાથે પાણીમાં પધરાવવામાં આવ્યા હતા.આ તકે સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક અંતાણી જેન્તીભાઈ ડુડી યા તેમજ ભરતભાઈ સોની શિવાંગ અંતાણી દક્ષાબેન ડુડીયા સ્મિતાબેન અંતાણી સ્વાતિબેન ડુડીયા તેમજ ભૂમિ કાર્તિક અંતાણી વગેરે જય ભવાની જય અંબેના નાદ સાથે આ ગરબા પધરાવવામાં આવ્યા હતા.આ તકે ગરબા લઈ જવા માટે વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી આ વાહન વ્યવસ્થા નાયબ વન સંરક્ષક પશ્ચિમ વિભાગ ના ડીસીએફ તુષારભાઈ પટેલ દ્વારા કરી આપવા માં આવી હતી ઉપરાંત આ તકે માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લાએ પણ સહકાર આપ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી નરસિંહ મહેતા નગરમાં રીતે ગરબા એકત્ર કરી અને સામાજિક રીતે ગરબા તરવા નું આયોજન કરવામાં આવે છે