કોરોના પોઝીટીવીટી રેટ ઘટીને 3 ટકા પર આવ્યો

રાજકોટ, તા. 19
મહાનગરમાં કોરોના શાંત પડી ગયો હોય, લાંબા સમય બાદ પોઝીટીવીટી રેશીયો ઘટીને 3 ટકા પર આવ્યો છે. ગઇકાલની જેમ આજે પણ બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોનાના કોઇ નવા કેસ નોંધાયા નથી. સોમવારે 1515 ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. કુલ દર્દીનો આંકડો 42829 અને ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા 42369 છે. અત્યાર સુધીના કુલ ટેસ્ટીંગનો આંકડો 14.29 લાખ થયો છે. ગઇકાલથી પોઝીટીવીટી રેટ સતત ઘટીને 3 ટકા પર આવ્યો છે. રાજકોટમાં હવે રસીનો પૂરતો સ્ટોક રહેલો છે. પરંતુ ડોઝ લેવા આવતા લોકોની સંખ્યા વધતી નથી. પ્રથમ ડોઝ તો 98.5 ટકાથી વધુ લોકોએ લઇ લીધો છે. પરંતુ 84 દિવસ થવા છતાં બીજો ડોઝ લેવા ન આવતા લોકોની સંખ્યા હજુ ખુબ મોટી છે. બંને ડોઝ લેનારા 4પ ટકા લોકો છે. છતાં કોરોના જે રીતે શાંત પડી ગયો છે તે જોતા વેકસીન ખુબ કામ કરી રહી છે તે દેખાઇ છે. ગઇકાલે શહેરમાં 6611 અને આજે બપોર સુધીમાં 2283 નાગરિકોએ રસીકરણ કરાવ્યાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.