મોગલ માં પર અભદ્ર ટિપ્પણી કરનાર સમક્ષ ગઢવી સમાજ લાલઘૂમ – મુન્દ્રા વિરોધ .
આજકાલ સોશીયલ મીડિયા પર ધર્મ અને જાતિ વિરુદ્ધની ટીપ્પણીઓને લઈને જેતે સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. હાલમાજ ગાંધીધામમાં મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીને પગલે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે આ બનાવ ગરમાયો હતો. ત્યારે હવે, ચારણ સમાજની આસ્થાના કેન્દ્ર એવા મોગલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જુદાજુદા આઈ.ડી પરથી ટિપ્પણીને પગલે કચ્છનો ચારણ ગઢવી સમાજ રોષે ભરાયો હતો. જુદીજુદી ૧૦ આઈ. ડી પરથી લાંબા સમયથી માં મોગલ પર અભદ્ર ટિપ્પણીઓ કરાઇ રહી છે. ત્યારે આજે મુન્દ્રાના ગઢવી સમાજે વિશાળ રેલી નિકાળી હતી અને તેના સાથે આક્રોશ વ્યક્ત કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, અને ૭ માં શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદન પત્ર દ્વારા ચીમકી પણ ઉચ્ચારી છે કે , જો ૭ દિવસમાં કાર્યાવહી કરવામાં નહીં આવે તો ગઢવી સમાજ રસ્તા ઉપર ઉતરી વિરોધ કરશે. સોશિયલ સાઈડ ફેશબૂક પર અપના અડ્ડા ગ્રૂપમાં ૧. મનીષ મંજુલાબેન ભારતીય ૨ . સદામ મલિક ૩. રાહુલ રાવણ ૪.રવિન્દ્ર ભારતીય ૫. કૃણાલ પરમાર ૬. અલ્પેશ માજીલા ૭. અમાનુષ વર્મા ૮. દિનેશ બૌદ્ધ ૯. અરુણ પટેલ ૧૦ . રાજેશ કુમાર પરમાર અને ૧૧. દર્પણ ભારતીય સહિતના શખ્સો દ્વારા માં મોગલ પર અભદ્ર ટિપ્પણી થઈ રહી છે. જેના બાબતે સમાજમા રોષ છે. અને આજે મોગલ સેના દ્વારા આ બાબતે ઉગ્ર વિરોધ કરાયો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.