સવર્ણોને મળશે SC-ST જેવા લાભ

ગાંધીનગર: રાજ્ય સરકાર સર્વર્ણોને પણ એસસી/એસટીની જેમ લાભ મળે તે માટે કેટલીક યોજાનાઓ જાહેર કરવાની તૈયારીમાં છે. રાજ્યના આર્થિક પછાત સર્વણો વર્ગ માટે 25 જેટલી જુદી જુદી લાભાદાયક યોજાનાઓ જાહેર કરશે. તેમના માટે એસી, એસટી અને ઓબીસીને મળતા લાભો જેવા જ લાભ આપતી યોજનાઓ શરૂ કરવામાં આવશે.થોડા સમય પહેલા જ બિનઅનામત વર્ગ ના આયોગે સરકારને સૂચન કર્યું હતું કે અનામત વર્ગની માફક સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં વય મર્યાદા, પરીક્ષા માટે પ્રયાસ અને ફીમાં બિન અનામત વર્ગને પણ છૂટછાટ આપવામાં આવે. ત્યાર બાદ સરકારે યોજાનાનો લાભ લેવા માટે સવર્ણ જાતી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે ડેઝિગ્નેટેડ સરકારી અધિકારીઓને સત્તા આપતો જીઆર ઇશ્યુ કર્યો હતો. પાટીદાર આંદોલન બાદ ચૂંટણી પહેલા ભાજપે કરેલી જાહેરાત અનુસાર રાજય સરકારે થોડા દિવસો પહેલા નોન-રીઝર્વ્ડ કાસ્ટ વેલફેર કમિશનની રચના કરી હતી. આ કમિશને પોતાનો પહેલો રીપોર્ટ સરકારને સુપરત કરતા સવર્ણો માટે કેવા પ્રકારના કલ્યાણકારી પગલા લેવા જોઈએ તેની ભલામણ કરી છે. રાજય સરકારે આ માટે રૂ. 532 કરોડ તાજેતરના બજેટમાં ફાળવ્યા છે.રાજયના સામાજીક કલ્યાણ અને ન્યાય વિભાગના મંત્રી ઇશ્વર પરમારે કહ્યું કે, ‘રાજય સરકાર 1 એપ્રિલ 2018થી આ યોજનાઓને અમલમાં મુકશે. તેમણે વધુમાં કહ્યું કે, ‘કેબિનેટ ટૂંક સમયમાં જ આ યોજનાના લાભ માટે આવક મર્યાદાનો માપદંડ નક્કી કરશે. જે લગભગ 6 થી 8 લાખની મર્યાદામાં રહી શકે છે.’ ઓકટોબર 2017માં સરકારે સવર્ણ જાતી કલ્યાણ બોર્ડની જાહેરાત કરી હતી. જેના માટે સરકારે ગત વર્ષે રૂપિયા 500 કરોડનું ફંડ પણ ફાળવી આપ્યું હતું. જોકે આ ગ્રાન્ટનો કોઈ ઉપયોગ થયો નહોતો.સરકાર સવર્ણો માટે આ યોજનાઓ જાહેર કરી શકે છે. સરકારી નોકરી માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ, વિદેશ અભ્યાસ માટે એજયુકેશન લોન, મફત અથવા સરકારી ગ્રાન્ટ દ્વારા ચલાતી બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ. આર્થિક પછાત માટે પેન્શન યોજના, સ્વરોજગાર માટે આર્થિક મદદ અથવા સોફટ લોન, લગ્ન માટે નાણાંકીય સહાયતા,ઘર બનાવવા સહાયતા, લઘુ લોન, મેડિકલ, એન્જિનિયરિંગ સહિત અન્ય પ્રોફેશનલ કોર્સિસ માટે આર્થિક સહાયતા,મહિલાઓ માટે આર્થિક કલ્યાણ યોજનાઓ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *