રાષ્ટ્ર સેવિકા સમિતિ- કચ્છ વિભાગ દ્વારા વિજયાદશમી ઉત્સવનું આયોજન થયું

કાયઁક્રમના અધ્યક્ષ તરીકે મંચ ઉપર મહારાણી ઓફ કચ્છ મા. પ્રિતિદેવી ની ગરીમામય ઉપસ્થિતમાં મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સેવા પ્રમુખ સંધ્યાબહેન ટીપરે એ કચ્છના સેવિકા બહેનોએ કોરોના સમયે વૈકુંઠધામ (સ્મશાન) માં કરેલ અગ્નિસંસ્કારની નિભઁયતાપુવઁકની કામગીરીની ખાસ નોંધ લીધી હતી અને સાથે આપણી ભારતીય સંયુક્ત કુટુંબ વ્યવસ્થા સાથે સ્થાનિક ભાષા અને ભુષા ની સંસ્કૃતિ ટકાવવા અને ધરતીમાતાને ઝેરી રસાયણોથી મુક્ત રાખવા તથા જીએમ ફુડથી બચીને સાચા સાત્વિક ખોરાક સાથે ધાનનું અસલ બીજ ટકાવી રાખવા અને ગાયમાતાને કેન્દ્રમાં રાખવા સાથે પ્રકૃતિ અને પર્યાવરણ બચાવવા આહ્વાન કરેલ હતું.   ભુજમાં કચ્છ કલ્યાણ સંધ સંચાલિત શિશુવાટિકાના મેદાનમાં થયેલ જાહેર કાયઁક્રમ સ્થળે સેવિકા બહેનો દ્વારા વ્યાયામ યોગ, સમતા, ગોપુરમ્ સહિતનું શારીરિક પ્રાત્યક્ષિક પણ કરાયેલ હતું.  જાહેર કાયઁક્રમ પુર્વે શહેરના મુખ્ય માર્ગો ઉપર કચ્છભરની સેવિકા બહેનો દ્વારા સુશોભિત કરાયેલ વાહનમાં ભગવા ધ્વજની છત્રછાયામાં ઘોષ (બેન્ડ) વાદન સાથે અત્યંત સ્વયંશિસ્ત સાથે કદમ તાલ સાથેનું સંચલન (પરેડ) થયેલ જેને શહેરીજનોએ ઠેરઠેર પુષ્પોથી વધાવ્યું હતું. પ્રાંત કાયઁવાહીકા નીતાબેન જાની મંચસ્થ રહ્યાં હતાં અને મહારાણી ઓફ કચ્છનું સન્માન વિભાગ કાયઁવાહીકા કાન્તાબેન વેલાણીએ કર્યું હતું. કાયઁક્રમના અંતે સૌએ શસ્ત્ર પુજન પણ કરેલ હતું. રાજકીય, સામાજિક પ્રતિનિધિઓ અને સ્વયંસેવકો સાથે મોટી સંખ્યામાં નગરજનો અને આજુબાજુ ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.  સ્થાનિક સેવિકા અને સ્વયંસેવકોએ સંપુણઁ વ્યવસ્થા સંભાળેલ હતી.