પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ



પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાધેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુત કરવા તથા પ્રોહીબીશનના વધુમાં વધુ કેશો કરવા સુચના આપેલ હોય જે આધારે એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સપેકટર ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે ભારતનગર તુલસી ટાવર સરસ્વતી સ્કુલ પાસેથી એક સફેદ કલરની સીયાઝ ગાડી પકડી પાડી જેમાંથી નીચે મુજબનો પ્રોહી મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મુદામાલઃ-
(૧) મેકડોવેલ્સ નં ૦૧ વ્હીસ્કી ની ર લીટરની પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૩ કિ.રૂ.૧૨,૯૩૫/-
(૨) બેગપાઇપર ગોલ્ડ વ્હીસ્કીની ૧ લીટરની પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૧ કિ.રૂ.૫૧૨૬/-
(૩) ૧૦૦ પાઇપર સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ મીલી ની બોટલો નંગ-૧૨ કિ.રૂ.૧૫૩૦૦/-
(૪) બ્લેક એન્ડ વ્હાઇટ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ મીલી ની બોટલો નંગ-૧૨ કિ.રૂ.૧૬૮૦૦/-
(૫) મારુતી સુઝુકી સીયાઝ ગાડી નં જી.જે.૧૨.ડી.જી.૮૦૦૦ કિ.રૂ.૭,૦૦,૦૦૦/-
(૬) સેમસંગ કંપનીનો એસ-૨૧ મોબાઇલ જેની કિ.રૂ.૬૦,૦૦૦/-
(૭) સેમસંગ કંપનીનો એસ-૧૦ મોબાઇલ જેની કિ.રૂ.૨૦,૦૦૦/-કુલ કિ.રૂ.૮,૩ ૦,૧૬૧/-
આરોપી –
(૧) રાકેશ ઉર્ફે મહાદેવ બળવંતભાઇ જોષી ઉ.વ.૪૧ રહે.રેલ્વે ફાટકની બાજુમા નવરાત્રી ચોક ભચાઉ
(ર) ઉમંગ મનસુખલાલ પંડયા ઉ.વ.૨૭ રહે.બ્રાહમણવાસ વોંધ ગામ તા.ભચાઉ
ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એન.વી.રહેવર તથા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફ દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.