મોબાઇલ સ્નેચીંગનો વણશોધાયેલ ગુનાને ગણતરીના કલાકમાં શોધી કાઢી બે ઇસમોને પકડી પાડતી મુંદરા પોલીસ


પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મયુર પાટિલ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા ના.પો.અધિ. જે.એન.પંચાલ સાહેબ નાઓના માર્ગદર્શન તથા પો.ઇન્સ.. એમ.આર.બારોટ નાઓએ મુંદરા પો.સ્ટે ની હદ માં બનેલ મોબાઇલ સ્નેચીંગના ગુના અંગે જરૂરી પેટ્રોલીંગ કરી ગુનો શોધી કાઢવા સખત સુચના આપેલ હોઇ જે અંન્વ્યે મુંદરા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ એસ.એ.મહેશ્વરીનાઓ પોલીસ સ્ટાફ ના માણસો સાથે પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ મહીપતસિંહ વજુભા નાઓને હકીકત મળેલ કે ગઇ કાલે મુંદરા પો.સ્ટે માં ચીલઝડપ(ચોરી) નો ગુનો દાખલ થયેલ જેમાં ગયેલ મોબાઇલ ફોન સાથે બે ઇસમો મોટર સાયકલ ઉપર મોબાઇલ વેચવા નીકળનાર છે જે હકીકત આધારે વર્કઆઉટ કરી નદીવાળા નાકા સામે નદીના પટ માં વોચમાં હતા તે દરમ્યાન હકીકત મુજબ બે ઇસમો મોટર સાયકલ થી ચીલઝડપ(ચોરી) માં ગયેલ મોબાઇલ ફોન તથા ગુના કામે વાપરેલ મોટર સાયકલ સાથે મળી આવતા મુંદરા પો.સ્ટે પાર્ટે એ ગુ.ર.ન. ૧૧૯૦/૨૦ર૧ આઇપીસી કલમ ૩૭૯એ(૩), ૧૧૪ મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી બન્ને આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને મુંદરા પોલીસને ઉપરોકત વણશોધાયેલ ગુનો ગણતરીના કાલાકો માં શોધી કાઢવામાં સફળતા મળે છે.
આરોપી
(૧) યાસીન અલીમામદ મીર ઉ.વ.૧૯ રહે.જમાદાર વાડીની બાજુમા સુખપર તા.મુંદરા
(ર) અકીલ ઇસ્માઇલ જુણેજા ઉ.વ.૧૯ રહે.સ્કુલની પાસે સુખપર તા.મુંદરા
કબ્જે કરેલ મુદામાલ :-
(૧) રેડમી નાઇન પાવર મોબાઇલ જેની કિ.રૂ. ૧૧૦૦૦/-
(ર) હીરો સ્પ્લેંડર પ્લસ મોટર સાયકલ જેની કીમત રૂ. ૨૦,૦૦૦/-
આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ :-
આ કામગીરીમાં પોલીસ સ્ટાફના પો.સ.ઇ એસ.એ.મહેશ્વરી, પો.હેડ.કોન્સ મહીપતસિંહ વજુભા, પો.કોન્સ સંજયકુમાર પુનમાજી, પો.કોન્સ મથુરજી બચુજી, પો.કોન્સ સંદીપદાન દીલીપદાન, પો.કોન્સ સિધ્ધરાજસિંહ રાણાજી નાઓ જોડાયા હતા.