ભુજના બુટલેગર શ્યામલાને 4 લીટર દારૂ સાથે પકડવાની પોલીસને ફરજ પડી

શહેરના સરપટ ગેટ બહારના વિસ્તારમાં દરરોજ સાંજે દેશી દારૂના પ્યાસીઅોને દારૂ પુરો પાડતા શ્યામલા અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત કરતા જ બી ડિવિઝન પોલીસને ચાર લીટર દેશી દારૂનો કેસ નોંધવાની ફરજ પડી હતી. સ્થાનિક પોલીસ કર્મચારી અને વહીવટદારોની મીઠી નજર તળે સરપટ નાકા સ્થિત તેના ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર ખુદ પોલીસે જ દરોડો પાડયો હતો. શહેરના સરપટ નાકા, પાલારા જેલ અને અેરફોર્સ કોલોની પાસે દેશી દારૂનુ ધુમ વેચાણ કરી રહેલા શ્યામલાનો ધંધો ચોતરફ ફેલાઇ ગયો છે, ગેરપ્રવૃત્તિ થકી રાતોરાત પૈસાદાર બની ગયેલો અા બુટલેગર પર કોઇ કાર્યવાહી ન થતા સ્થાનિક પોલીસ અને અેજન્સીઅો તરફથી કોઇ કાર્યવાહી થતી ન હોવાથી સ્થાનિક લોકોમાં અનેક શંકા ઉભી થઇ હતી. સમગ્ર ચર્ચા અને માહિતીના અાધારે અહેવાલ પ્રકાશિત થતા જ બી ડિવિજન પોલીસે શ્યામ શીવા પગલી (રહે. કોલીવાસ, સરપટ ગેટ બહાર,ભુજ)વાળાના ઘરેથી ચાર લીટર દેશી દારૂ કિંમત 80 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબીશન અેક્ટ તળે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્યાર સુધી બેફામ દારૂ વેચતો પણ ગુનો દર્જ ન થયો
શ્યામલો છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂનો ધીકતો ધંધો કરી અનેક પરીવારજનોને બરબાદ કરી નાખ્યા છે. જો કે, અત્યાર સુધી બેફામ દારૂ વેંચી રહેલા શ્યામ પગી પર ગુનો દર્જ ન કરવા પાછળનો કારણ શુ હતો તેની તપાસ પણ થવી જરૂરી છે. અેસ.પી. સાૈરભ સીંઘના કારણે ગેરપ્રવૃત્તિઅો પર રોક લાગી છે ત્યારે સ્થાનિક પોલીસની મીઠી નજર તળે ચાલતા અા વેપલા અંગે બારીકાઇથી તપાસ કરવામાં અાવે તો અનેક પોલીસ કર્મચારીઅોના નીચે રેલો અાવે તેમ છે.