ભચાઉના કાંઠા વિસ્તારમાં એરંડામાં ઈયળનો ઉપદ્રવ, ખેડૂતોને પડયા પર પાટું


ચાલુ વર્સ 2021 એટલે આમ પબ્લિક અને ખેડૂત વર્ગને એક વિશ્વાસ હતો કે ગત 2020 એ કોરોના નો વર્ષ હતો પછી શાન્તિ રહેશે પણ આપણે જાણીએ છીએ તે મુજબ 2021ની કોરોનાની બીજી વેવે તો સૌને દોડતા કરી દીધા અને ગત વર્ષ કરતા બહુ હાનિકારક રહ્યું તેવું જ કંઇક આ વર્ષ ની ખેડૂતોના પાકની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે જેમ કે ચાલુ ચોમાસાની સિઝને શરૂઆતમાં ઠીક ઠીક પ્રમાણમાં વરસાદ થતાં એરંડા, કપાસ, બાજરી, મગ, ગુવાર વગરરે ઘણા પાકનું વાવેતર રાપર, ભચાઉ તાલુકમાં થયેલ. પરંતુ ત્યાર બાદ ઓગસ્ટ મહિના માં સતત એક મહિનાથી પણ વધુ સમય વરસાદ ન થતા, આ વાગડ વિસ્તારના બન્ને તાલુકાના એવા વિસ્તારો કે જ્યાં જમીનમાં વત્તર ઓછી હોય, અને પિયતની વ્યવસ્થા ના હોય ત્યાંના દરેક પાક મોટા ભાગે બળી/સુકાઈ ગયેલ..ત્યાર બાદ સપ્ટેમ્બર માસ માં સતત વરસાદ પડવાની કારણે પહેલા જે બચેલો પાક હતો એવા વિસ્તારો જેમ કે ચોબારી, મનફરા, કડોલ,કરમરીયા, નેર, બંધડી, ખેગારપર માં ખેતરોમાં પાણી સતત ભરાઈ રહેવાને કારણે એરંડા,કપાસ જેવા પાકોને બહુ નુક્સાન થયું. ત્યારબાદ સમય નીકળતા, જમીન સુકાતા ખેડૂતોએ ઘણી જગ્યાએ બીજી વખત એરંડાનું વાવેતર કર્યું કેમ કે પહેલી વખતના તો બળી ગયા હતા…અને..જે પહેલી વખતના એરંડા અમુક જગ્યા એ 10-20% રહી ગયા હતા તેવા કાંઠા વિસ્તારના ગામો જેવા કે સાંમખ્યાલી, આબલિયારા, લલિયાણા, જંગી વગેરેમા હાલમાં એરંડા પાકમાં મોટા પ્રમાણમાં ઈયલનું ઉપદ્રવ વધ્યું છે, અમુક ખેડૂતોએ દવા છટકાવ કર્યો છે પણ ધારીએ એટલું રિઝલ્ટ મળ્યું નથી, અને છોડને અને પાનની વૃદ્ધિ બહુ અટકી જાય છે..ઉત્પાદન પર મોટી અસર જોવા મળશે એ નકી છે..ત્યારે આ બાબતે ખેતીવાડી વિભાગને પણ અત્રે થી કહેવાનું કે યોગ્ય નિષ્ણાતોની ટીમ દ્વારા માર્ગદર્સન આપે અને યોગ્ય કાર્યવાહી કરાવે એવી વિનતી…આમ આ વર્સ ખેડૂતો માટે એક મુશ્કેલીમાંથી માંડ બહાર નિકલયા ત્યાં બીજી ઉભી હોય એવું રહયું છે..