કચ્છમાં માર્ગ અકસ્માતોનો વણથંભ્યો સિલસિલો જારી એક જ દિવસમાં ત્રણ લોકોના અકાળે મોત

તહેવારોના સપરમા દિવસોમાં પણ કચ્છમાં ધોરીમાર્ગો સતત રક્તરંજીત બની રહ્યા છે અકસ્માતના બનાવોમાં ત્રણ માનવજિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ જતાં પરિવારોમાં આક્રંદ સાથે અરેરાટી છવાઈ જવા પામી હતી. પ્રથમ બનાવ મુન્દ્રા અંજાર ધોરીમાર્ગ પર ગુંદાલા રતાડીયા ચોકડી પાસે બન્યો હતો. જેમાં મોટરસાઇકલ પર છસરા તરફ જઈ રહેલા ફિરોજ હુસેન મેમણ (ઉ.વ.20) અને સુલતાન ઇશાક લુહારને સામેથી આવી રહેલા ટ્રેઇલરે હડફેટે લેતા બાઈક ચાલક સુલતાન લુહારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે ફિરોજને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.મરીન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે.