રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ માતાનામઢે આશાપૂરામાના મંદિરે શીશ જુકાવ્યું


આજરોજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી તેમજ કચ્છ પ્રભારીમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ માતાનામઢ ખાતે દેશદેવી આશાપુરામાંના મંદિરે શીશ જુકાવી આશિષ મેળવ્યા હતા તેમજ જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ તકે માતાનામઢ જાગીર ટ્રસ્ટ દ્વારા રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી સાથે ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, અગ્રણી સર્વ અજયભાઇ પુષ્પદાન ગઢવી, અનિલભાઇ પંડયા, જગત વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી.પ્રજાપતિ, લખપત મામલતદાર એ.એન.સોલંકી, શિક્ષણ નિરીક્ષક વસંત તેરૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.