નખત્રાણા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં સિલાઈ કામના ધંધામાં તેજી જોવા મળી રહી છે

દિવાળી પર્વને હવે ગણ્યા ગાંઢ્યા દીવાસો બાકી રહ્યા છે ત્યારે દિવાળી સુધી કપડાં સિલાઈ કરીને ગ્રાહકોને આપવાના હોવાથી જરૂર પડે ઓવર ટાઈમ કરીને દરજીઓ કામ કરી રહ્યા છે. દિવસમાં સરેરાશ બે જોડી કપડાં તૈયાર થાય છે. આ અંગે નાના આંગિયાના એક દરજી ભાઈએ જણાવ્યુ હતું કે, તેઓ છેલા 30 વર્ષથી કપડાં સીવવાનો ધંધો કરે છે. લોકો આગાઉ સિવેલા કપડાં પહેરતા. ખાસ કરીને પેન્ટ શર્ટની સિલાઈ કરવા આવતા હતા. પણ છેલ્લા પચેક વર્ષથી તૈયાર વસ્ત્રોનું ચલણ વધ્યું છે. તેમ છતાં પણ કપડાંમાથી સિલાઈ કનાવનારા વર્ગ મોટા હોવાથી પૂરતું કામ મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં પેન્ટ શર્ટ ની જોડી ની સિલાઈ 300 રૂપિયા લેવામાં આવે છે, તો શહેરી વિસ્તારોમાં 450 રૂપીયા લેવામાં આવે છે. આમ, હવે દિવાળીના પર્વ એ સિલાઈના કાપડના ધંધામાં તેજી છે.