ગાંધીધામના વર્ધમાન નગરે એક મકાનમાં તાળું તોડી 84 હજારની માલમતાની ચોરી થઈ

ગાંધીધામના ગળપાદરમાં 6 દિવસ સુધી બંધ રહેલા ઘરને નિશાન બનાવીને તસ્કરોએ સોના ચાંદીના દાગીના, રોકડ મળીને કુલ 84 હજારના મુદામાલની તસ્કરીને અંજામ આપ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા જણાવ્યુ કે ગત તા.19/10 થી 24/10 વચ્ચેના કોઈપણ દિવસે આરોપીઓએ વર્ધમાન નગરમાં ઘરમાં મુખ્ય ગેટનું તાળું તોડીને પ્રવેશ કરી લોકલ અને કબાટમાં રહેલા સોનાનો હાર,બુટી,ચૂડી, સહિતના જવેરાત તેમજ રોકડ 1 હજાર ગણીને કુલ 84 હજારના મુદ્દામાલની ચોરી કરી.