જામનગર નજીકના ખંભાળિયા રોડ ઉપર આવેલા લાખાબાવળ ગામના પાટિયા પાસે ઇકો પલ્ટી જતાં એક યુવાનને ઇજા પહોંચી

જામનગર નજીકના ખંભાળિયા રોડ ઉપર આવેલા લાખાબાવળ ગામના પાટિયા પાસે ઇકો પલ્ટી જતાં એક યુવાનને ઇજા પહોંચી છે. આગળ જતાં વાહનને ઓવરટેક કરવા જતાં આરોપી ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. અકસ્માત નિપજાવી કારચાલક નાશી ગયો હતો. જામનગર નજીક આવેલા લાખાબાવળ ગામના પાટિયા પાસે ગત્ તા.19 મીના રોજ બપોરે ત્રણેક વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો. જેની વિગત મુજબ જીજે-10-ડીએ-0849 નંબરની ઇકો કાર આગળ જતાં વાહનને ઓવરટેઇક કરી રહી ત્યારે એકાએક કાર પલ્ટી ગઇ હતી. જેમાં કારમાં સવાર સંજયભાઇ રતિલાલભાઇ દવેના પુત્ર સોહમને જમણી આંખના નેણ ઉપર તથા મોઢાના ભાગે ઇજા પહોંચી હતી. આ બનાવના પગલે ઇકો કારનો ચાલક નાશી ગયો હતો. જ્યારે ઘવાયેલા સોહમને હોસ્પિટલ ખસેડાયો હતો. ઘાયલ યુવાનના પિતાએ સિક્કા પોલીસ દફતરમાં ઇકો કારના નાશી ગયેલા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.