સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે પોલીસ જવાનોના પડતર પ્રશ્નોને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું.


ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પોલીસ કર્મીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ પર નિષ્ઠાથી કાર્ય કરી રહ્યા છે ચુડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન કરવામાં આવ્યું અને આવેદનપત્ર આપી પોલીસ કર્મીઓને ન્યાય આપવા માંગ કરવામાં આવી. અત્રે નોંધનીય છે કે ગ્રેડ પે ને લઈને પોલીસ આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ છે અને સોશિયલ મીડિયા પર આંદોલન ચાલી રહ્યું છે જે અંતર્ગત પોલીસ આંદોલનને લઈને સ્પેશિયલ સોંગ પણ બનાવવામાં આવ્યું છે સોંગ રિલીઝ કરી સરકારને આડકતરી રીતે ચેતવણી આપવામાં આપવામાં આવી હતી. તેમજ પોલીસનો પગાર ઓછો હોવાથી પગાર વધારવાની માંગ કરવામાં આવી રહી છે. સરકાર પોલીસને સાંભળી અને તેને યોગ્ય ન્યાય મળે તે માટેની રજૂઆત કરવામાં આવી છે. જો ભવિષ્યમાં પોલીસની માંગ પૂરી કરવામાં નહીં આવે તો પોલીસ પરિવાર પણ આંદોલનમાં જોડાશે અને આંદોલનને ઉગ્ર રીતે ચલાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.