માંડવી તાલુકાના દેવપર (ગઢ)માં ડુબી જવાથી પ્રૌઢનું મોત

બંદરીય માંડવી તાલુકાના દેવપર ગઢ ગામે આવેલા તળાવમાં નાહવા ગયેલા 45 વર્ષિય લાખાભાઇ માળાભાઇ રબારી નામના આધેડનું ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં મૃત્યુ થયું હતું. બનાવ બપોરે બાર વાગ્યાના અરસામાં દેવપરગઢ ગામે આવેલા વેલાસર તળાવ ખાતે બન્યો હતો. દેવપરગઢ ગામે રહેતા લાખાભાઇ તળાવમાં નાહવા ગયા ત્યારે તળાવની અંદર માટીના ખાડામાં ખૂપી જતાં તેમનું મોત થયું હતું. બનાવની જાણ ગઢશીશા પોલીસને થતાં સ્થળ પર જઇ હતભાગીના મૃતદેહને બહાર કાઢી, અકસ્માત મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.