ભુજ તાલુકાના ડગાળા ગામે આવેલી એક કંપનીમાં વીજ આંચકો લાગતાં એક શક્સની ગંભીર રીતે મોત થઇ

તહેવારોના સપરમા દિવસોમાં અપમૃત્યુનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે, ભુજ તાલુકાના ડગાળા ગામે આવેલી એક કંપનીમાં શ્રમજીવીને વીજ શોક લાગતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, પધ્ધર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર મંગળવારની બપોરે મુળ ખેડી ગામના હાલ ખાનગી કંપનીમાં કામ કરતા હતભાગી સુગડાભાઇ પી ડામોર (ઉ.વ.34) દિવાલ પર પ્લાસ્ટરનું કામ કરતી વખતે હાથમાં રહેલી મેજર ટેપનો છેડો પસાર થતા વીજ તારને અડકી જતાં સુગડાભાઇને વીજ આંચકો લાગતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.હાલ પોલીસે અકસ્માતે મોત થયાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.