રાપરના આડેસર પાસે અજાણ્યા વાહન અડફેટે રસ્તો ઓળંગતા યુવાનનું મોત
copy image

રાપરના આડેસર પાસે હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા યુવાનને અડફેટે લેતાં ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાની ફરીયાદ મૃતકના વૃધ્ધ પિતાએ આડેસર પોલીસ મથકે નોંધાવી છે. મુળ રાપરના કાનમેરના હાલે મજૂરી કામ અર્થે ખારીરોહર ખાતે રહેતા 64 વર્ષીય ધનાભાઇ શંભુભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પુત્ર બાબુભાઇ તા.25/10 ના રોજ 7 વાગ્યાના અરસામાં આડેસર પાસે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતાં ગંભીર ઇજાઓને કારણે મોત
નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હતો. તેના વિરૂધ્ધ તેમણે ગુનો નોંધાવ્યો હતો. આડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પણ મજૂરી કામ સાથે સંકળાયેલા પરિવારના યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો છે.