તાજેતરમાં સમગ્ર કચ્છમાં મચ્છર જન્ય રોગો જેમાં મેલેરીયા, ઝેરી મેલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુ જેવા તાવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે સરકારી દવાખાનામાં ખાટલા, ડોક્ટરો, સ્ટાફની ઘટ વર્તાય છે
tiger mosquito on skin. proboscis inserted and feeding. belly full with blood.

ભચાઉ-રાપર વાગડ તેમજ સમગ્ર કચ્છમાં મચ્છર જન્ય રોગો જેમાં મેલેરીયા, ઝેરી મેલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુ જેવા તાવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સરકારી દવાખાનામાં ખાટલા, ડોક્ટરો, સ્ટાફની ઘટ વર્તાય છે. લોકો પ્રાઈવેટ દવાખાને અપાર મોંઘી દાટ ફી ચૂકવીને આર્થિક પાયમાલ થઈ રહ્યાં છે. સરકારી તંત્ર ના બરાબર છે જેથી દર વરસે આર્થિક અને શારીરિક ઘસારાથી પીડિત પ્રજાને પાયમાલી થતી રહે છે. મોંઘા મોંઘા લોહી લેબોરેટરીના રિપોર્ટ અને મોંઘી દવાઓથી એકદમ આર્થિક પાયમાલ મધ્યમ અને ગરીબ વર્ગ ને રાહત મળે તે બાબતે સરકારી દવાખાને તેમજ સરકારી વિભાગ દ્વારા વિના મૂલ્યે ઘરે ઘરે દવાઓ, મચ્છરદાની વિતરણ કરવામાં આવે તેમજ ગામે ગામ મચ્છર નાશક દવાઓનો છંટકાવ થાય તે ખાસ જરૂરી છે. અગાઉની સરકારો વરસાદની ઋતુ પૂરી થતાં જ આગોતરા આયોજન કરી મચ્છરોના ઉપદ્રવને અટકાવવા પગલાં ભરતી જ્યારે વર્તમાન માં મેલેરીયા અને આરોગ્ય તંત્ર કુંભ કર્ણની જેમ ઘોર નિંદ્રામાં છે. પરિણામે મોંઘવારીના આ યુગમાં લોકોની દવાઓ કરાવવાની ધનશક્તિ નાશ પામી છે. ગામડાઓમાં તાવ, મેલેરીયા, ડેન્ગ્યુથી મૃત્યુનો પ્રમાણ વધી ગયો છે. સરકારે સમયસર પગલાં લઈ આવી નાની નાની આફતો ને શરૂઆતથી જ કંટ્રોલ કરી મોટી આફત બનતા અટકાવવી જોઈએ. ખાનગી હોસ્પિટલોને અને લેબોરેટરીઓને દવા, ટેસ્ટ અને તપાસની રકમના બાંધણા કરાવી ઉઘાડી લૂંટ દૂર કરાવવા તાલુકા મથકે ફરિયાદ કેન્દ્ર ખોલી, વધુ ફી વસૂલતી લેબોરેટરી અને દવાખાનાઓ ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ તેમ જણાવાયું છે.