બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન દ્વારા દિપાવલી પૂર્વેની શુભેચ્છા સહ સ્નેહ મિલન મુલાકાતનું આયોજન


દીપાવલીના મંગલમય પર્વ ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કાર્યરત એવું પત્રકાર એકતા સંગઠન જિલ્લાના સ્થાનિક પત્રકારોને શુભકામના અને સ્નેહ મિલન મુલાકાતનું આયોજન કરે છે. બોટાદ જિલ્લામાં આ વર્ષે નવતર પ્રયોગ સાથે પત્રકાર મિત્રોની મિટિંગનું આયોજન થયું હતું. જોન પ્રભારી અને જિલ્લા પ્રમુખ જિલ્લા ઉપપ્રમુખ અને મહામંત્રી દ્વારા તમામ પત્રકાર મિત્રો ને મીઠાઈ બોક્સ વિતરણ કરી આવતું નવું વર્ષ સુખમય આનંદમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.સાથે તમામ પત્રકાર મિત્રો એ દેશને સ્વાવલંબી બનાવવા તેમજ નાના રોજગાર મેળવતા કામદારોને દીપાવલીમાં ખુશીયો મળી રહે તે માટે સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવાના સોગંદ પણ લીધા હતા. સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીન વિચારને લોકો સુધી પહોંચાડવા ના પ્રયાસો કરવા પણ શપથ ગ્રહણ કર્યા હતાં.