ભુજ આલાહઝરત મદ્રેસા માં પીર સૈયદ નજમુલ હસન જાયસી (રહેમતુલ્લા અલયહે) નો ઉર્ષ મુબારક મનાવામા આવ્યો

ભુજ આલાહઝરત મદ્રેસા માં પીર સૈયદ નજમુલ હસન જાયસી (રહેમતુલ્લા અલયહે) નો ઉર્ષ મુબારક મનાવામા આવ્યો અને આ ઉર્ષ માં પીર સૈયદ કાશમશા અભામિયા બાપુ તેમજ હઝરત મોલાના મુફ્તી સદ્દામ હુશેન બરકાતી સાહેબ એ ખિતાબ ફરમાવ્યુ હતું. તેમજ સૈયદ સલમાનશા બાવા સાહેબ એ નાત શરીફ પડી હતી જેમાં પીર સૈયદ નજ્મુલ હસન સાહેબ ની યાદ મનાવામા આવી હતી. ત્યારબાદ દરગાહ પર ચઢાવામા આવી અને છેલ્લે ન્યાઝ નો આયોજન પણ કરવામાં આવ્યો હતો તેમજ આ કાર્યક્રમ માં આલા હઝરત ટ્રસ્ટ ના પ્રમુખ, હાજી ગફુર શેખ, સૈયદ આલે રસુલ સમાજ ના પ્રમુખ તકિશા બાવા સાહેબ, સૈયદ અશરફશા બાપુ, સૈયદ ઇક્બાલશા બાપુ તેમજ સાદાતે કીરામ – ઉલ્માએ કિરામ અને સમાજ નાં આગેવાનો હાજર રહ્યા હતા.