કાઠડામાં બેન્કમાંથી નાણાં ઉપાડી લેવાના મનદુખે યુવાનને માર્યા

માંડવી તાલુકાના કાઠડા ગામની વાડીમાં મેરાઉ ગામના યુવકને બેન્કમાં ચેક વડાવી લીધા હોવાનું મનદુખ રાખીને શખ્સે ધોકાથી માર માર્યો હતો. મેરાઉના જીતેન્દ્ર સામજી ડગરા મહેશ્વરીએ કાઠડા ગામના તરૂપ મૂલજીભાઇ ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે. આરોપીએ ફરિયાદીને આપેલા 87 હજાર અને 10 હજારના બે ચોકો બેંકમાં નાખી ફરિયાદીએ વટાવી લીધા હોય જે બાબતે આરોપીએ ખોટી રીતે નાણા ઉપાડી લીધા હોવાની આરોપી વીરૂધ પોલિસ મથકે અરજી કરી હતી. જે બાબતે ફરિયાદી આરોપીને સમજાવવા જતાં માર માર્યો હતો.