માધાપર પાસે પાર્ક કરેલી ટ્રકમાથી રોકડ સાથે 33 હજારની ચોરી

માધાપર હાઇવે પર ટ્રક ટ્રાન્પોર્ટ એસોસીએશનની ઓફિસ બહાર પાર્ક કરેલી ટ્રકની કેબિનમાં ડ્રાઇવર સીટ નીચે રાખેલા રોકડ રૂપિયા 28 હજાર અને 5 હજારનો મોબાઈલ સહિત 33 હજારની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી જતાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાઇ છે. બનાસકાઢાના અને મેકરણ કૃપા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં લહેરાભાઈ ચમનજી ઢાકોરે ફરિયાદમાં જણાવ્યું છે કે, ચોરીનો બનાવ શુક્રવારે રાત્રિના ત્રણ વાગ્યાથી સવાર દરમિયાન બન્યો હતો. તેમના કબજાની ટ્રક માધાપર હાઇવે પર ટ્રાન્સપોર્ટ એસોસીએશનની ઓફિસ બહાર પાર્ક કરી હતી જેમાથી કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. પોલિસે નોંધ લઈ તપાસ હાથ ધરી છે.