સામખિયાળી પાસેથી 40 હજારના શંકાસ્પદ ઘઉં સાથે એક પકડાયો

ભચાઉ તાલુકાના સામખિયાળી પાસેથી સ્થાનિક પોલીસે રૂ.40 હજારની કિમતના ઘઉંના શંકાસ્પદ જથ્થા સાથે એકની અટક કરી બોલેરો સહિત રૂ. 1.90 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પી.એસ.આઈ એ.વી પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, સામખિયાળી પોલીસ મથકની ટિમ માળીયા હાઇવે પર પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે બોલેરો રોકી તલાશી લેતાં વહાનમાં રાખેલી રૂ.40.000 ની કિમતના ઘઉની 40 બોરી મળી આવી હતી આ જથ્થાના આધાર પુરાવા માગતા સૂરજબારી રહેતા સદ્દામ કરીમ જેડા પાસે ન હોતા શંકાસ્પદ ઘઉંનો જથ્થો તેમજ રૂ. 1,50,000 ની કિમતની બોલેરો સહિત કુલ રૂ. 1,90,000 નો મુદ્દામાલ કબ્જે કરી વધૂ પૂછપરછ હાથ ધરાઇ છે. આ કામગીરીમાં સામખિયાળી પોલીસ સ્ટેશનના પો.એસ.આઈ પટેલ સાથે હે.ડકોન્સટેબલ સુભાષચંદ્ર રાજગોરે , રાજદીપસિંહ જાડેજા તથા નરેશભાઈ જોડાયા હતા.