ભુજ રેલવે સ્ટેશને 100 મીટર ઊંચા સ્તંભ પર તિરંગો ફરકશે

 16મા ધોરડો શ્વેત રણોત્સવનો પ્રારંભ થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા ઓનલાઇન બુકિંગ દ્વારા રણનો નજારો જોવા આવતા રેલવે પ્રવાસીઓ માટે ભુજ રેલવે મથકના ખુલ્લા પરિસરમાં આકર્ષક બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ધરાવતા ડોમ સહિતનું હંગામી સુંદર બાંધકામ તૈયાર થઇ?રહ્યું છે. અહીંથી લકઝરી બસ મારફત પ્રવાસીઓને’ ધોરડો ટેન્ટ સિટીમાં ઉતારાની સગવડ સફેદ રણનો’ નયનરમ્ય નજારો નિહાળ્યા બાદ ભાતીગળ કચ્છના અન્ય જોવાલાયક સ્થળો કાળો ડુંગર, માતાના મઢ, ધોળાવીરા વિ. જગ્યાએ’ લઇ જવાય છે. ગત વર્ષે કોરોનાની મહામારીને લઇને ઓછા પ્રવાસીઓ આવ્યા હતા, પણ ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધવાની ધારણા બંધાઇ છે. શહેરમાં’ આવેલી હોટેલના વ્યવસાયકારોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પ્રવાસન નિગમની તૈયારીઓ લઇને ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે અને પ્રવાસીઓની પૂછપરછ પણ બુકિંગ માટે વધી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, જ્યાં રણોત્સવના પ્રવાસીઓનો સ્વાગત કક્ષ તૈયાર થઇ?રહ્યો છે, તેની બાજુમાં જ આગામી દિવસોમાં રેલવે પ્રશાસન દ્વારા 100 મીટર ઊંચાઇ ધરાવતા સ્તંભનું નિર્માણ કરાયું છે, જેના પર 30 મી. લાંબો ભારતની આન, બાન અને શાનસમો રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકતો જોવા મળશે. સ્ટેશન માસ્તર શ્રી શર્માજીના જણાવ્યા પ્રમાણે ભુજ અને ગાંધીધામ મથક ખાતે આકર્ષણરૂપ રાષ્ટ્રધ્વજ પ્રવાસીઓને રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપશે. ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન કાર્યક્રમ કરાશે. અત્યારે આ ઊંચો લોખંડનો પોલ થાંભલો દીવાદાંડીની યાદ અપાવી રહ્યો છે.’