વિજયભાઈના રાજીનામની અફવા સોશ્યલ મીડિયામાં ફેલાઈ, કોઈ તત્વોનો રાજકીય અસ્થિરતા ફેલાવવાનો ઇરાદો.
થોડા દિવસથી વિજયભાઈ રૂપાણીના રાજીનામાની અફવાઓ સોશ્યલ મીડિયામાં ફેલાઈ રહી છે. જેને લીધે રાજકીય માહોલમાં ચર્ચાઓ થઈ રહી છે. તેના પહેલા એવી અફવા ફેલાઈ હતી કે મુખ્યમંત્રી રૂપાણીથી નાખુશ થઈને કેન્દ્રીય મોવડી મંડળ તેમનું રાજીનામું લઈને કોઈ પાટીદારને મુખ્યમંત્રી તરીકે બેસાડશે, જે ખોટું સાબિત થયું છે. તો હવે વિજયભાઈ રૂપાણીના રાજીનામાં ની અફવા ફેલાઈ છે જ્યારે મનસુખભાઇ માંડવીયા તથા પુરષોતમ રૂપાલાને નવા મુખ્યમંત્રી તરીકે બેસાડશે તેવી અફવાઓ થઈ છે. તે પહેલા નિતિનભાઈનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. આ બાબતે સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે આ અફવાઓ ખોટી છે તથા કોઈ ખરાબ ઇરાદે ફેલાઈ રહી છે.તથા રાજયમાં રાજકીય અસ્થિરતા ફેલાવવા માટે થઈ રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.