ભારતીય બનાવટનો વિદેશી મેકડોવેલ્સ નંબર વન સુપીયર વ્હીસ્કી ઓરીજનલ ની પેટીઓ સાથે કુલ ચાર ઇસમને પકડી પાડતી અસલાલી પોલીસ

                પોલીસ મહાનિરિક્ષક વી.ચંદ્રશેખર સાહેબ અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ સાણંદ નાઓએ પ્રોહી પ્રવૃતિને નાબૂદ કરવા આપેલ સુચના અનુસંધાને પ્રયત્નશીલ હતા તે દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક, કે.ટી.કામરીયા સાણંદ વિભાગ, સાણંદ નાઓને બાતમી હકીકત મળેલ કે, “મોજે.વીસલપુર ગામની સીમ સર્વે નં.૧૨૫૫(બ), ફતેવાડી કેનાલની બાજુમાં રામચંન્દ્રસિંહ ઉર્ફે રામભાઇ કાનજીભાઇ ચૌહાણ, રહે.સનાથાલ ગામ વાળાઓએ તેઓના કબ્જા ભોગવટા વાળી જમીનમાં આવેલ રામમઢી લાટ, જય અંબે ફાર્મ નામની જગ્યામાં અન્ય બીજા ઇસમોની મદદગારીથી બહારના રાજયમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખી અન્ય બીજા ઇસમોને વેપાર કરે છે ” તેવી હકીકત મળેલ જે આધારે રેઇડ કરવા સુચના કરતા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ મેકડોવેલ્સ નંબર-૧ સુપ્રિરીયર વ્હીસ્કી ઓરીજનલ શીલબંધ નાની મોટી બોટલો નંગ-૮૮૫૬ તથા પેટી નંગ-૩૭૮ કિ.રૂ.૧૮,૧૪,૪૦૦/- તથા ગુન્હો કરવા સારૂ ઉપયોગ કરેલ વાહનો નંગ-૩ તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૨,૭૭,૦૦૦/-મળી કુલ રૂ.૨૦,૯૧,૪૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) જયપાલસિંહ લાલસિંહ ચૌહાણ રહે, મહાદેવ ફળી, સનાથલ ગામ, તા.સાણંદ જિલ્લો-અમદાવાદ

(૨) ગોરધનસિંહ મોહનસિંહ રાજપુત રહે,મંડાવર તા.ભીમ જિલ્લો-રાજસમંદ રાજસ્થાન

(૩) મહેન્દ્રસિંહ માધુસિંહ રાજપુત રહે, મંડાવર તા.ભીમ જિલ્લો-રાજસમંદ રાજસ્થાન

(૪) રાજેન્દ્રસિંહ સ/ઓ ગણપતસિંહ સોહનસિંહ રાજપુત રહે, કોટ કિરાના, તા.રાયપુર જિલ્લો-પાલી

વોન્ટેડ – (૫) રામચંન્દ્રસિંહ કાનજીભાઇ ચૌહાણ (૬) રૂદ્રદતસિંહ વાધેલા (૭) મહેન્દ્રસિંહ ઉર્ફે મલ્ટી ફુલસિંહ ચૌહાણ (૮) શકિતસિંહ ભગવતસિંહ ચૌહાણ (૯) કનુભાઇ કિર્તીભાઇ પટેલ (૧૦) કુલદિપસિંહ